આ વખતે ચોમાસા પર મોસમી અસર અલ નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂતો વરસાદ પર નિર્ભર રાખે છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે અને વરસાદ પર નભે છે. અલ નીનોના ખતરાના કારણે સામાન્ય કરતા ઘણો ઓછો વરસાદ થાય છે અને ગુજરાત સહિત દેશને દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે.

Black Diamond Ad

ગુજરાત સહિત દેશમાં ચોમાસાને લઈ માઠા સમાચાર આ વર્ષે અલ-નીનોની અસરથી મોટાભાગના વિસ્તારોમાં દુકાળનો ખતરો ! અમેરિકન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનનું પૂર્વાનુમાન

ખાનગી એજન્સીઓના નિષ્ણાતોના મતે, ભારતમાં ચોમાસાને લઇને તે નકારાત્મક સમાચાર હોઇ શકે છે કારણ કે અલ-નીનોના વર્ષમાં દુકાળ પડવાની આશંકા 60 ટકા હોય છે, જ્યારે સામાન્યથી ઓછા વરસાદની સંભાવના 30 ટકા અને સામાન્ય વરસાદની સંભાવના માત્ર 10 ટકા હોય છે. અલ નીનો એ સ્થિતિ છે જ્યારે પેસિફિક સમુદ્રમાં સમુદ્રી સપાટી ગરમ થઇ જાય છે. છેલ્લા 26 વર્ષમાં પાંચ વાર અલ નીનોની ઇફેક્ટ દેખાઇ છે. તેમાં ચાર વાર દુષ્કાળ પડ્યો હતો.

અલ નીનોને કારણે પડે છે દુષ્કાળ વૈજ્ઞાનિક મુર્તુગુડ્ડેના જણાવ્યા અનુસાર ગરમીમાં અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો પડે છે, પરંતુ આ નક્કી નથી, કારણ કે 1997 માં તાકતવાર અલ નીનોની અસર હોવા છતાં 1997 માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 2004 માં નબળા અલ નીનો હોવા છતાં ગંભીર દુષ્કાળ પડ્યો હતો. સ્કાયમેટ વેધરના હવામાન વિભાગના વડા જી. પી.શર્મા એ કહ્યું કે અલ નીનોની આગાહી નવ મહિના માટે હોય છે. અલ નીનો વર્ષ દરમિયાન દેશમાં દુષ્કાળની 60% શક્યતા છે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 30% છે.

Krushikhoj WhatsApp Group