રમેશ ઠાકોર…✍
ગુજરાત ના હજારો ખેડુતોએ પ્રધાનમંત્રીને લખ્યા પોસ્ટકાર્ડ તેવો ની સાથે મોરબી-ટંકારા તાલુકાના ગ્રામ્યપંથકના અનેક ખેડુતોઅે પોષ્ટકાર્ડ લખી પોતાની આપવિતી જણાવી રહ્યા છે

સુરેન્દ્નગર, જામનગર, જુનાગઢ હવે મોરબી જીલ્લના ટંકારાના કોયલી, લજાઈ, હડમતિયા સજ્જનપર પંથકના અનેક ગામના ખેડુતોઅે પ્રધાનમંત્રીને પોષ્ટકાર્ડ લખીને પોતાની આપવિતી જણાવી રહ્યા છે.

ટંકારા તાલુકામાં અતિભારે વરસાદની કળમાંથી માંડ માંડ ખેડુતો પોતાનો પાક બચાવી શક્યા હતા ત્યાં “કયાર” અને “મહા” નામના વાવાઝોડાના કહેરથી કમોસમી વરસાદ પડતા ખેડુતોનાં મોંઢે આવેલ કોળીયારુપી મગફળી,તલ,કપાસ,જુવાર,મગ,અડદ જેવા પાકનો કોળીયો છીનવાઈ જતા જગતનો તાત નોંધારો બન્યો છે. કોઈ કિશાનની દિકરીનો મગફળીના પાથરારુપી કરિયાવર પલળીને નાશ થઈ ગયો તો કોઈ કિશાનના પુત્રના લગ્ન માંડવે આવે તે પહેલા જ અટકી ગયા તો કોઈ કિશાન પિતાના પુત્ર-પુત્રીના ડોકટર, અેન્જીનિયર બનવાના સપના ચકનાચુર થઈ ગયા.

પત્રમાં રાજ્યની અસંવેદનશીલ સરકાર ખેડુતોના સર્વેના નામે અરજીઅો સ્વીકારવી, વળતરની કાર્યવાહી, લાયકાત વગરના કર્મચારીઅો, યોગ્ય માહિતી આપવી નહી તેમજ હેલ્પલાઈન નંબર બાબતે ખેડુતોને હેરાન કરવા જેવી અનેક બાબતોની પત્રમાં હૈયા વરાળ ઠાલવી છે. આ વર્ષને રાજ્ય સરકાર લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરતી હોવાનો તેમજ વિમાકંપનીને ખેડુતોઅે પોતાના પાકનું પ્રિમિયમ ભર્યું હોવા છતા આપની બનાવેલ “પ્રધાનમંત્રી ફસલ યોજના” ની ગાઈડલાઈન મુજબ વળતર ન ચુકવતી હોવાના આક્ષેપ કરી ટંકારા પંથકના અનેક ગામના ખેડુતોઅે પોતાની મનોવેદના અેક પત્ર દ્વારા ઠાલવીને પ્રધાનમંત્રીને જગાડવાનો નવતર પ્રયત્ન કર્યો છે..

Krushikhoj WhatsApp Group