રાજ્યમાં ૧૫ મી ઓક્ટોબર થી ૨૦ મી, નવેમ્બર સુધીમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયુ હતું. જેને લઈ તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હવે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે ૩૧મી, ડિસેમ્બર, ૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસ બૂકના પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું ‘ના વાંધા’ અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહેશે.
આ અરજી નમૂના પ્રમાણે અરજી કરવા ની છે અરજી નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો અથવા તમારી ગ્રામ પંચાયત માથી મેળવી લેવો
વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે . આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ( ખેતી ) અથવા તાલુકા અમલીકરણ અધિકારી ( ખેતી ), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે .