ઉંઝા માકેટીંગ યાર્ડ આજથી અચોકકસ મુદત સુધી બંધ રહેશે. યાર્ડના સત્તાધીશોએ 133 દુકાનો ભાડા પટ્ટે આપવાના બદલે વેચાણથી આપી દેતા વેપારીઓ દ્વારા અચોકકસ મુદત સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઉંઝા માકેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા વર્ષ 2017-18 માં બંધ બારણે બેઠક યોજી એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં 133 દુકાનોને ભાડા પટ્ટે આપવાના બદલે વેચાણથી આપી દેવામાં આવી હતી. નિયમ મુજબ માકેટીંગ યાર્ડમાં દુકાનો કયારેય વેચાણ દસ્તાવેજથી આપી શકાતી નથી. વેપારી પેઢીઓને ભાડા પટ્ટે દુકાનો આપવામાં આવે છે. જેથી યાર્ડને પણ સતત આવક થતી રહે. યાર્ડના સત્તાધીશોએ કુલડીમાં ગોળ લીધો હતો અને નિયમ વિરુઘ્ધ ઠરાવ કરી 133 દુકાનો વેચી મારી હતી. જેના વિરોધકમાં આજે વેપારીઓ દ્વારા અચોકકસ મુદતનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. યાર્ડના સેક્રેટરીને પણ હાજર થવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.

ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, જૂના બોર્ડની કોઇ રજીસ્ટ્રારમાં થયેલી અરજીને લઇ 133 દુકાનના વેપારીઓ દુકાન ટાઇટલને લઇ કોઇ તકલીફ તો નહીં થાયને તેવી ચિંતામાં છે. અમે વેપારીઓને કોઇ નુકસાન ન થાય તેવું ઇચ્છીએ છીએ, વેપારીઓની સાથે જ છીએ. આ અંગે APMC વેપારી મંડળના કર્મચારી અને ગંજ બજાર વેપારી સીતારામ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ અને APMC ઊંઝા દ્વારા પુરો સહકાર મળ્યો છે. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રહશે મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર એસ.એલ. ઝાલાએ કહ્યું કે, ઊંઝામાં દુકાનો બાબતે ખોટી રીતે વેચાણ થયાની અરજી આવેલી છે, તેમાં તપાસ ચાલી રહી છે.  સુનાવણીમાં નિવેદન લઇશું, રેકર્ડની ચકાસણી કરીશું ત્યારે તથ્ય સ્પષ્ટ થશે. હાલ તપાસ કાર્યવાહી ચાલુમાં છે.

Krushikhoj WhatsApp Group