ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંપૂર્ણ તાલુકાની અકસ્માત વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે જેમાં કોઈપણ વ્યક્તિ અકસ્માત ને લીધે મૃત્યુ પામે તો તેના પરિવારને એક લાખ રૂપિયાનો ચેક આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવતી હોય છે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં તાલુકાના અનેક ગામડાઓમાં જુદા જુદા અકસ્માત ની ઘટનાઓમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને લાખો રૂપિયાની સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે.

Monsoon Onion Ad

ઊંઝા એપીએમસી દ્વારા તાજેતરમાં આકસ્મિક મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના વરદ હસ્તે રૂપિયા એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

તસવીરમાં એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ મૃતકોના પરિવારને આર્થિક સહાય આપતા દ્રશ્યમાન થાય છે

તા. ૨૧/૧૨/૨૦૨૨ ના રોજ ભુણાવ ગામના વતની સ્વ. અશોકભાઈ વીરાભાઇ પટેલનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

તા. ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ કહોડા ગામના વતની સ્વ. હસમુખભાઈ નરોત્તમભાઇ પટેલનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

તા. ૩૦/૧૨/૨૦૨૨ ના રોજ કહોડા ગામના વતની સ્વ. ભરતજી વિરસંગજી ઠાકોરનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

Krushikhoj WhatsApp Group