જીરૂ બીજો ગવાર-ગમ વાયદો બનવાની તૈયારીમાં…આજે જીરૂ વાયદા બજાર મા 44 હજારની નવી ઓલટાઈમ ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં ચાલુ સપ્તાહે રાજકોટમાં જીરૂનાં એક મોટા કોમોડિટી બ્રોકરને ત્યાં ગુજરાત સરકારની એજન્સીની તપાસ થયા બાદ દરેકને એવું હતુ કે જીરૂમાં તેજી અટકી જશે, પંરતુ એ તપાસ અધિકારીઓ ગાંધીનગર ફરી પહોંચતાની સાથે જ જીરૂમાં તેજીનો ખેલો ચાલુ થયો છે જીરૂ સાથે સંકળાયેલા વર્ગ કહે છેકે જીરૂમાં મંદીવાળા વર્ગનાં મોટા પાયે વેચાણો છે અને એ વેચાણ કોઈ સંજોગોમાં પૂરા કરી શકે તેવી સ્થિતિમાં નથી અને તેજીવાળા ભાવ વધુને વધુ ઊંચે લઈ જઈ રહ્યાં છે. મે વાયદો સેટલમેન્ટ થાય ત્યા સુધીનું આ કોકડું ગુંચવાયેલુ છે. જો બધુ સમુસુતરું પાર પડશે તો વાંધો નહીં આવે, નહીંતર જીરૂમાં અનેક નાના- મોટા વેપારીઓ ઊઠી જાય કે કાચા પડી જાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે જીરૂનો પાક ઓછો છે અને નિકાસ માંગ સારી છે. ફંડામેન્ટલ બધા તેજીનાં છે
આજે NCDEX માં જીરા એ ફરી પાછો નવો ઐતિહાસિક રેકોર્ડબ્રેક બનાવ્યો આજે 44000 હજાર ઉપર નો ભાવ જોવા મળ્યો હતો અંત મા વાયદા બંધ થતાં જીરા વાયદો માં 850 રૂપિયા ની તેજી રહી હતી વાયદો 43895 રૂપિયે બંધ આપ્યો
આજે 28 એપ્રિલ આંતરરાષ્ટ્રીય બજાર માં પણ આગ જરતી તેજી આવી છે જીરા જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 5550 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે
Unjha Market Yard, Gondal Apmc, Rajkot Apmc રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ સૌથી પહેલા મૂકીએ છીયે.ખેડુત તેમજ વેપારી મિત્રો રોજ ના બજાર ભાવ Whatsapp માં મેળવા માટે અમારું ગ્રુપ જોઇન કરશો જોઇન થવા માટે અહીં ક્લિક કરશો
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો ? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો ? શું તમે આજના બજાર ભાવ ગોંડલ યાર્ડ, રાજકોટ યાર્ડ, ઉંઝા યાર્ડ ના બજાર ભાવ જાણવા માંગો છો ? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.
આજના ઉંઝા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તારીખ 28/04/23 જીરા, વરીયારી, ઇસબગુલ વગેરે નો લેટેસ્ટ ભાવ