વાંકાનેર: હાલ કોરોનાવાયરસ ના કારણે મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ની કડક સૂચના થી સમગ્ર મોરબી શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ફરજ ના ભાગે સતત ખડે પગે લોક ડાઉન નુ ચુસ્તપણે અમલ કરાવી રહ્યા છે
આવતા જતા લોકો ને પસાર થતાં અટકાવી ચેક કરી જરૂરિયાતમંદ લોકો ને જવા દેવામાં આવે છે કારણ કે હાલ લોક ડાઉન હોય જેનો અમલ પ્રજાએ પણ કરવો જોઈએ અને જે ભંગ કરે છે તેને પોલીસ તંત્ર અટકાવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા ઢુવા પુલના છેડે ઇમ્પિરિયલ હોટલ પાસે પોલીસ ચેકપોસ્ટ રાખી વાહનોને અને રાહદારીઓને ચેક કરવામાં આવે છે આવા કડકડતા તાપમા પણ પોલીસ કર્મચારીઓ ખડે પગે વાહન ચેક કરતા નજરે પડે છે જમા જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના નું પાલન કરી રહેલા વાંકાનેર તાલુકા પી.એસ.આઇ આર.પી જાડેજા અને તેમની ટીમ દ્વારા રાહદારી અને વાહનચાલકોનેલોક ડાઉન નો અમલ કરાવવા ના પ્રયાસો કરી રહ્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ માણસુરભાઈ ડાંગર, અશ્વિનભાઈ તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારી કે.બી.પનારા પણ જોડાયા છે અને જી.આર.ડી.ના અજમલભાઈ તેમજ કનુભાઈ વિગેરે જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ. કરણરાજ વાઘેલા સાહેબ તથા Dy.S.P ચૌધરી સાહેબ અને પીએસઆઇ આર.પી જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ફરજ ના ભાગે રૂપે પોલીસ કર્મચારીઓ ધોમ ધખતા તાપ મા ખડે પગે ફરજ બજાવતા તસવીરમાં નજરે પડે છે