ભારત સરકાર દ્વારા દેશના તમામ ખેડૂતોને એક મંચ પર લાવવા માટે ફાર્મર યુનિક આઈડી માટે નોંધણી શરૂ કરાઈ છે.

આ પહેલ હેઠળ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક નંબર મળશે. આ નંબર ખેડૂતોની ઓળખનું કામ કરશે. આના માટે ખેડૂતોએ લાઈફ ટાઈમ એક જ વખત નોંધણી કરાવવાની રહેશે.

ફાર્મર રજીસ્ટ્રી દ્વારા ખેડૂતોને આધાર નંબર જેમ જ ખેડૂત યુનિક આઈડી આપવામાં આવશે આનાથી ભવિષ્યમાં સરકારની યોજનાઓમાં ખેડૂતોને સરળતાથી જોડી શકાશે. આનાથી ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા ધિરાણમાં પણ આસાની રહેશે.

અહેવાલો અનુસાર, ફાર્મર યુનિક આઈડીને આગામી સમયમા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ, કિસાન ક્રેડીટ કાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તેમજ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ફરજીયાત બનાવી શકાય છે. આનાથી ખેડૂતોની ઓળખ કરવામાં આસાની રહેશે.

Farmer Registration : ફાર્મર રજીસ્ટ્રી ક્યાં અને કેવી રીતે કરાવવી ?

ફાર્મર રજીસ્ટ્રી માટે ગ્રામ પંચાયતમાં ઈ-ધરા કેન્દ્ર પર VCE મારફતે નોંધણી કરાવી શકશે. આ સિવાય ખેડૂત પોતે જ https://gjfr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.

Farmer Registration Documents : ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ
આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
જમીનના 7/12 અને 8/અની નકલ

જણાવી દઈએ કે, જો કિસાન સમ્માન નિધિના આગામી હપ્તા માટે ખેડૂત રજીસ્ટ્રી ફરજીયાત છે. જો રજીસ્ટ્રી નહીં કરાવેલી હોય તો હપ્તો જમા નહીં થાય.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીએ તારીખ 25 નવેમ્બર 2024 સુધીમાં નોંધણી કરાવવી ફરજીયાત છે. આ સિવાય બાકીના ખેડૂત ખાતેદારોએ તારીખ 31/3/2025 સુધીમાં ખેડૂત નોંધણી ફરજીયાત કરાવી શકે છે. સંયુકત ખાતેદારોની સ્થિતીમાં સામેલ પરિવારના તમામ લોકોએ નોંધણી કરાવવી ફરજીયાત છે.

Krushikhoj WhatsApp Group