કાંદા, બટેટા, લસણના જથ્થાબંધના ભાવમાં ધરખમ ઘટાડો એક જ મહિનામાં કાંદાનો ભાવ 40 રૂપિયાથી ઘટી 13 રૂપિયા થયો જાણો વધુ વિગત
મુંબઈ : નવી મુંબઈની એ.પી.એમ.સી. માર્કેટમાં કાંદા, બટેટા અને લસણના જથ્થાબંધના ભાવમાં ધરખમ ઘટાયો થયો છે. એ.પી.એમ.સી. માર્કેટમાં કાંદા, બટેટા, લસણની આવકમાં ખૂબ જ વધારો થવાથી ભાવ ગગડવા માંડયા છે.
એ.પી.એમ.સી. કાંદા-બટેટા માર્કેટમાં મંગળવારે કાંદાની ૯૦ ટ્રકો અને બટેટાની ૫૦ ટ્રકો આવી હતી.
એક મહિના પહેલાં હોલસેલ માર્કેટમાં કાંદાનો કિલોનો ભાવ ૪૦ રૃપિયા હતો. એ ઘટીને ૧૩ રૃપિયા બટેટાનો ભાવ ૧૩ રૃપિયાથી ઘટી ૧૦ રૃપિયા અને લસણનો ભાવ ૬૫ રૃપિયાથી ઘટીને ૬૦ રૃપિયા થઈ ગયો છે.
બટેટાની ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ ને પશ્ચિમ બંગાળથી મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. આવી જ રીતે લસણ મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી આવે છે