કોરોના વાયરસન ની મહામારી વચ્ચે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ, જે આવતીકાલે 14 તારીખ સુધી હતુ. દેશમાં દિવસેને દિવસે કોરોનાનાં વાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો ત્યારે લોકોના મનમાં પ્રશ્ન છે કે શું લોકડાઉન વધારવામાં આવશે કે કેમ? આ તમામ અટકળોની વચ્ચે આવતીકાલે 14 તારીખે પીએમ મોદી સવારે 10 વાગ્યો દેશને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે 21 દિવસનું લોકડાઉન આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાનાં વધતા કેસોનાં કારણે લોકડાઉન વધારવામાં આવી શકે છે.