અતિવૃષ્ટિ ના કારણે થયેલ નુંકશાની ની સહાય ખેડૂતો ને આપવા ગુજરાત કિસાન સંગઠન ની માંગ કરતો મુખ્યમંત્રી સાહેબ  પત્ર લખ્યો…

માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી,

જય ભારત, જય કિશાન સાથ જણાવવાનું કે, ગુજરાત માં છેલ્લા ઘણા દિવસો થી ઘણા વિસ્તાર માં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તાર માં અતિવૃષ્ટિ (લીલો દુષ્કાળ) અને તારાજી સર્જાયેલ છે જેથી ખરીફ પાકોમા ખેડૂતો ને ભારે નુકશાની થયેલ છે,

હાલમાં આપણા વિકાશના પ્રતિક અને ગૌરવવંતા ગુજરાતમાં ખેડૂતો ને પાક નુકશાની માં સુરક્ષા પૂરી પાડવા માટે એક પણ વીમા યોજના અમલમાં નથી તો ગુજરાતના ખેડૂતો ને ખરીફ પાકોમા થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવી એસ.ડી.આર.એફ, એન.ડી.આર.એફ તેમજ ગુજરાત સરકાર વિશેષ પેકેજ જાહેર કરી ખેડૂતો ને તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય ચુકાક્વાવની કામગીરી કરવામાં આવે તેવી મુખ્યમંત્રી સાહેબ શ્રી ને ગુજરાત કિસાન સંગઠન નમ્ર અરજ છે.

લીલો દુષ્કાળ ભય થવા ના એંધાણ થી ખેડૂતો એ લાખો ના ખર્ચે વવેલ બિયારણ ઉપર પાણી ફરી વળ્યુ હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતો દ્વારા મહા મુસીબતે વાવેતર માટે બિયારણ ની ખરીદી કરી હોય છે અને વવેતર પણ મહા મહેનત થી કરેલ હોય છે ત્યારે ભારે થી અતિભારે વરસાદ આવતા ખેડૂતો ના જીવમાં જીવ આવી જતો હોય છે પરંતુ વધુ પડતો વર્ષી રહેલ અતિ ભારે વરસાદ ના લીધે હાલ અનેક પંથક ના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ ના લીધે ખેતરો માં જવું મુશ્કેલ બન્યું છે વાવેલ પાક નું ધોવાણ થયેલ છે અમુક ખેતરો નું ધોવાણ તો અમુક ખેતરો ના પાળા નું ધોવાણ થી ખેડૂતો ચિંતા માં મુકાય ગયા છે ઘણી જગ્યાએ ફરીને વાવેતર કરવું પડે એવા સંજોગો ઉભા થયા છે

સરકાર વિશેષ પેકેજ જાહેર કરી ખેડૂતો ને તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય ચુકાક્વાવની કામગીરી કરવામાં આવે તેવી મુખ્યમંત્રી સાહેબ શ્રી ને ગુજરાત કિસાન સંગઠન નમ્ર અરજ છે.

Krushikhoj WhatsApp Group