કપાસમાં એક નવી ઈયળે દેખાદિધી : કૃષિ નિષ્ણાંત ડો. ગની પટેલ
જસદણ મુકામે રાધેક્રિષ્ના એગ્રીટેક નામની એગ્રોની દુકાન ધરાવતા દર્શિલ પટેલ દ્વારા આજે એક નવા કૃષિ સમાચાર મળ્યા છે અને તેમના જણાવ્યા મુજબ તેમજ વિડીઓ મોકલ્યા મુજબ વીંછીયા તાલુકાના સતાપર બેલડા ગામના બે ખેડૂત મિત્રો સોલંકી પ્રકાશભાઈ અને તેના વાળી પાડોશી સંજયભાઈ રાઠોડના કપાસમાં વિડીઓમાં દેખાતી એક સાવ નવી ઈયળ જોવા મળી છે આ ઈયળ જોવામાં સાવ અલગ લાગે છે આગળ બે મોટા એન્ટેના છે તેનો રંગ વાઘની ચામડી જેવો છે અને તે કપાસના ફુલમાં અંદર રહી ફૂલ અને પરાગને ખાય નુકશાન કરે છે. હા મિત્રો આ ઈયળનું નામ જરા અલગ છે Caterpillar of Plain Tiger Butterfly છે. વૈજ્ઞાનિકોના મતે આ ઈયળ sporadic pests છે એટલે કે એ કુદરતી રીતે જંગલ વિસ્તારમાં ક્યાંક ક્યાંક છૂટીછવાઈ જોવા મળે છે અને મોટાભાગે કોઈ પાકમાં તેનું નુકશાન હોતું નથી. પણ ખેડૂતના અભિપ્રાય મુજબ હાલ આ બન્ને ખેડૂત મિત્રોના કપાસમાં તે નુકશાન કરતી દેખાય છે.
મિત્રો સમાચાર ખૂબ અગત્યના છે એટલા માટે કે જીવાત ગમે ત્યારે પોતાનો યજમાન પાક અને ટેવ બદલી શકે છે માટે ખેતી માટે આ સમાચાર અગત્યના છે જો આપના ખેતર કે વિસ્તારમાં આ નવી ઈયળ દેખાય તો ખેતીવાડી ખાતાને કે કૃષિ વૈજ્ઞાનિકો ને જાણ કરશો જેથી તેના ઉપર અભ્યાસ કરી શકાય. મારી પાસે જેટલી માહિતી ઉપલબ્ધ થઈ છે તે હું આપ સૌ મિત્રો સુધી પહોંચાડું છું આપ સૌ મિત્રો દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર પહોંચતા કરશો તો સૌને માહિતી મળશે.
આ માહિતી અમોને કૃષિ નિષ્ણાત ડો. ગની પટેલ દ્રારા માહિતી વીડિયો મળેલ છે