માર્ચ-એપ્રિલમાં વરસાદ અને બરફ પડ્યો હોવાથી ડુંગળીનાં પાકને નુકસાન મોટા પાયે થયું હતુ અને પાક ઓછો થયો હતો. આ વર્ષે સ્ટોકમાં પડેલી ડુંગળીમાં પણ ડેમેજ માલ વધારે થયો છે પરિણામે ખેડૂતોને નુકસાની થઈ રહી છે, ડુંગળીમાં નિકાસ વેપારો પણ અત્યારે ખુબ જ ઓછા છે જેને કારણે ડુંગળીની બજારો જેટલી વધવી જોઈએ એટલી વધતી નથી. આગળ ઉપર સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીનાં ભાવ વધે તેવી ધારણા છે.

કેન્દ્ર સરકાર એક તરફ ડુંગળીનાં વધતા ભાવને રોકવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળી રિલીઝ કરવાની જાહેરાત કરી છે અને બીજી તરફ વેપારીઓનાં મતે ડુંગળીનાં ભાવ આગામી મહિને મોટી તેજી આવે તેવી સંભાવનાં છે વ્યક્ત કરી રહયા છે

હવે ટમેટા બાદ ડુંગળીની બજારો પણ ઊંચકાશે તેવી સંભાવનાઓ છે આજે તારીખ 18/08/23 ડુંગરી ના ભાવ આલગ અલગ માર્કેટિંગ યાર્ડ માં આ પ્રમાણે ભાવ રહયા હતા

રાજકોટ યાર્ડ 150 થી 441
સુરત યાર્ડ 280 થી 580
મહેસાણા યાર્ડ 250 થી 500
મોરબી યાર્ડ 200 થી 500
અમરેલી યાર્ડ 220 થી 520
મહુવા યાર્ડ 70 થી 506
વિસાવદર યાર્ડ 85 થી 311
ગોંડલ યાર્ડ 96 થી 456

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે ડુંગળી નો સ્ટોક આ વર્ષે મોટો થયો હતો, પરંતુ વધુ પડતી ગરમી અને કમોસમી વરસાદને કારણે ડુંગળીની કવોલિટીને મોટો ફટકો પડ્યો છે, જેને કારણે સારી ક્વોલિટીની ડુંગળી ઓછી બચી છે અને તેનાં ભાવ ઊંચકાય શકે છે ડુંગળીનાં એક વેપારીએ જણાવ્યું હતું કે ડુંગળીની જે આવકો થાય છે, તેમાંથી 35 ટકા જેટલી ડુંગળી એકદમ નબળી ક્વોલિટીની આવે છે, જેને કારણે છેલ્લા એક મહિનામાં સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ ૩૦થી ૪૦ ટકા જેટલા વધી ગયા છે. નબળી ક્વોલિટીનો માલ વધારે હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીમા ભાવને કાબુમાં રાખવા મુશ્કેલ છે.

ડુંગળીનાં ભાવ વધવાનાં કારણ અંગે ટ્રેડરો કહે છેકે મહારાષ્ટ્ર અને મદ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખરીફ ડુંગળીની આવકો છેક દિવાળીએ આવે છે અને જ્યારે દક્ષિણ ભારતનો ક્રોપ ઓછો છે, જે વહેલો આવતો હોય છે. સામાન્ય રીતે કર્ણાટક અને આંધ્ર પદેશની ડુંગળીની આવકો સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ જતી હોય છે, પંરતુ આવર્ષે આ બંને રાજ્યોમાં ડુંગળીનાં વાવેતર 60 ટકા જેટલુ ઓછા થયા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ખેડૂતોને ઓછા ભાવ મળ્યાં હોવાથી ખેડૂતોએ વાવેતર ખુબ જ ઓછા કર્યા છે. સાઉથમાં જ્યારે નવી ડુંગળીની આવકો શરૂ થવાની હોય ત્યારે જ વરસાદ આવતો હોય છે અને જો ભારે વરસાદ આવે તો ડુંગળીનાં પાકને મોટા પાયે નુકસાન દર વર્ષે થતુ હોય છે, જેને પગલે સામાન્ય રીતે સપ્ટેમ્બરથી નવેમ્બરનાં સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા જ રહેતા હોય છે.

દેશમાં ડુંગળીનાં કુલ ઉત્પાદન 30 ટકા હિસ્સો મહારાષ્ટ્રનો છે અને મહારાષ્ટ્રમાં ડુંગળીની રોપણી પણ મોડી થઈ છે અને તેને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં સ્ટોકિસ્ટોમાંથી સારી ક્વોલિટીનો માલ કેટલી માત્રામાં આવે છે તેનાં પર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

Krushikhoj WhatsApp Group