સરકારે બફર સ્ટોકનો લક્ષ્યાંક 3 લાખ ટનથી વધારીને 5 લાખ ટન કર્યો છે. તાજેતરમાં, સરકારે બફર સ્ટોક દ્વારા ખેડૂતો પાસેથી 2800 ટન ડુંગળીની ખરીદી કરી છે. આ સાથે સરકાર ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે.

ટામેટા બાદ ડુંગળી (Onion)ના ભાવે સામાન્ય જનતાને રડાવ્યા છે. જો કે, સરકારે કિંમતો અને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે (Government) તેનો બફર સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. NCCF એ છેલ્લા 4 દિવસમાં ખેડૂતો પાસેથી 2800 ટન ડુંગળીની ખરીદી કરી છે

ખેડૂતો મજબૂરી માં ડુંગરી નીચા ભાવે વેચવા મજબુર બન્યો ખેડૂતો ને આ વર્ષે ડુંગરી માં મોટી તેજી ની આશા હતા પણ એવું બન્યું નહી હવે આગળ આગળ જોઈએ ડુંગરી ના ભાવ માં શુ થાય છે આ ડુંગરી કોણે રડાવશે ?

સરકાર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે
બે સરકારી સમિતિઓ NCCF અને NAFEDએ જણાવ્યું હતું કે તેમણે ડુંગળીના ભાવ સ્થિર રાખવા અને ફુગાવાને રોકવા માટે 22 ઓગસ્ટથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં લગભગ 12-13 ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને જો માંગ વધશે તો આ કેન્દ્રો વધુ વધારવામાં આવશે.

વ્યાજબી દરે 2,826 ટન ડુંગળી ખરીદી
છેલ્લા 4 દિવસમાં સરકારી સમિતિઓએ ખેડૂતો પાસેથી વ્યાજબી દરે 2,826 ટન ડુંગળી ખરીદી છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે 482 રૂપિયા પ્રતિ મણ ના ભાવે ડુંગળીની ખરીદી કરી છે, હાલ ગુજરાત ની માર્કેટિંગ યાર્ડ તેમજ ગામડે ઘરે બેઠા ડુંગરી ને સરેરાશ ભાવ 380-440 રૂપિયા પ્રતિ મણ પ્રમાણે મળે છે.

નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી
ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. તમને જણાવી દઈએ કે, નવા ફી દર 31 ડિસેમ્બર 2023 સુધી લાગુ રહેશે. સરકારનું માનવું છે કે આગામી દિવસોમાં દુનિયાભરમાં ડુંગળીના ભાવ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડુંગળીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. સરકારને ડર છે કે ડુંગળીના ભાવ ટામેટાં જેવા થઈ શકે છે, તેથી સરકાર આ સાવચેતીનું પગલું લઈ રહી છે. ડુંગળી, ટામેટા અને શાકભાજીના ભાવે પણ RBIની ચિંતા વધારી છે.

Krushikhoj WhatsApp Group