આજકાલ લોકો પાસેથી સાંભળ્યું હશે ખોટા ન જ સમય છે. આજકાલ ઘણી એવી પરિસ્થિતિ ઓ ઊભી થાય છે તેનું વર્ણન આસપાસના લોકો, ન્યૂઝ પેપર, ટીવી ચેનલ વગેરેમાં જોવા મળે છે. ક્યારેક તો આપણને પણ એવો અનુભવ થતો હોય છે કે ખોટા વ્યક્તિઓનો જ સમય છે. ભગવાન કેમ કઈ જોતો નથી. ખોટા વ્યક્તિને કેમ કંઈ મુશ્કેલી નથી પડતી એનું જીવન એકદમ સરળ અને આનંદિત ચાલતું હોય છે .આ વસ્તુઓ જોઈને ક્યારેક આપણે સાચા રસ્તે ચાલવાનો નિર્ણય અને મક્કમતા ડગમગી જાય છે.

ખોટા વ્યક્તિ આપણાથી આગળ હોઈ શકે જીવનના અલગ -અલગ ક્ષેત્રોમાં. આપણે આ બધી વસ્તુઓનું સર્વે અને નિરીક્ષણ પણ કર્યું હોય છે. આપણને એ જોઈને દુઃખ, નકારાત્મકતા , ઉદાસીનતા, અવિશ્વાસની લાગણી અનુભવતા હોઈએ છીએ , જ્યારે આવા અહેસાસ અને લાગણીઓને અનુભવતા હોય ત્યારે માત્ર પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછવાનો રહેશે ?? એ લોકો અત્યારે જીવનમાં આગળ છે તો ક્યાં સુધી રહી શકશે ? અને કેટલા સમય માટે  ??
દરેક ખોટી વસ્તુ અને ખોટી વ્યક્તિનો એક સમય હોય છે એ સમય મર્યાદા પૂરી થતાં જ ભગવાન પછાડે છે. તેની કલ્પના પણ આપણને હોતી નથી. આપણે તે જોઈને ખુશ થાય એવું નથી, પરંતુ ભગવાન દરેકને એક સમય આપે છે જીવનના સર્વશ્રેષ્ઠ સમય તબક્કામાં પોતાની જાતને આગળ આવવા માટે એ તબક્કામાં એ વ્યક્તિ કયો રસ્તો સ્વીકારે છે તેની માનસિકતા, સંસ્કાર, વિચાર અને લાગણીઓ પર જાય છે. જ્યારે એનો તબક્કો હોય છે મતલબ કે એનો સર્વશ્રેષ્ઠ સમય હોય છે ત્યારે તે ખોટું કરતો હોય તો પણ ચમકે છે એ જોઈને આપણે ખોટું કરવાની રાહમાં નથી ચાલવાનું,

પરંતુ ધીરજ રાખીએ સાચા માર્ગ પર ચાલી આપણા તબક્કાની રાહ જોવાની હોય છે. ભગવાને આપેલા તબક્કાને મતલબ કે સર્વશ્રેષ્ઠ સમય કાયમ માટે સાચવવો હોય તો નીતિમતા, સારા કર્મો, પ્રામાણિકતા, સત્યતા જેવા સિદ્ધાંતો સાથે ચાલીને તબક્કાને જાળવવું. હા ક્યારેક આવા સિદ્ધાંતોને કારણે બહુ તકલીફ પડે, પરંતુ જીવનનો સર્વશ્રેષ્ઠ સમય મતલબ તે સમયનો તબક્કો થોડા સમય માટે જોઈએ છે કે કાયમ માટે જોઈએ છે એ વિચારીને આગળ વધવું.

દરેક ખોટી વસ્તુ કે ખોટી વ્યક્તિની સમય મર્યાદા હોય છે એ સમય આપણને ખબર હોતી નથી તેથી તેની મર્યાદા કે તેના વિશે વિચારીને આપણા તબક્કાની પ્રગતિ રોકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિને પોતાના યોગ્ય સમયે, યોગ્ય વસ્તુ મળી રહે છે. માત્ર સબર રાખવાની જરૂરિયાત રહે છે. યોગ્યતા મુજબ ભગવાન આપે જ છે, માત્ર તેના પર શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા કેળવવાની રહેશે.

થીંકીંગ પોઇન્ટ

“” કોઈની લીટી ટૂંકી કરવા કરતા આપણી લીટી લાંબી કરવી જોઈએ ”” – લેખિકા – મિત્તલ બગથરીયા

Krushikhoj WhatsApp Group